Thursday, 7 February 2019

Educational Tour, Department of English, MKBU.







'A things of beauty is joy forever.'


અંગ્રેજી સાહિત્ય મા John Keats દ્વારા લખાયેલી સુપ્રસિદ્ધ પંક્તિ આજે મને યાદ આવે છે. કુદરતના ખોળે સ્તબ્ધ બનીને નિહાળવાનો લાહવો કંઈક અલગ હોય છે જે મૂઢ બનીયેલા શરીરને માત્ર તેના સ્પર્શ અને અહેસાસથી નવી જ સ્ફુરતા આપી જાય છે, આવો જ એક લાહવો Maharaja Krishnakumarsinhji Bhavngar University ના Department of English દ્વારા તારીખ ૦૫/૦૬ -૦૨-૨૦૧૯ ના રોજ યોજવા મા આવીયો. ગુજરાતનું હદય એવા જુનાગઠ, ગરવા ગિરનાર છત્રછાયામાં યોજવા મા આવિયો હતો. જેમની માટે કહેવાય છે કે,



'હે.... પણ હોરઠ ધરા જગ જૂની...
અન જોને ગરવો ય ગઢ ગિરનાર....
હે .. જેના હાવજ.. હાવજડા હેંજળ પીએ..
અરે.. ન્યા ના નમણા.. નમણા નર જોને નાર...'




સવારની પ્રથમ પ્રહરમાં એટલે કે સવારના ૫ વાગીએ જૂનાગઢ જવા પ્રસ્થાન કરીયું. શરૂઆત પ્રવાસની શુદ્ધ કાઠિયાવાડી રીતે કરી, એટલે મેહુલ, વિપુલ, રવી, રમીજ અને અબુલે, સાગર દ્વારા લાવેલા થેપલા ને બટેટાની સૂકી ભાજી થી કરી. જૂનાગઢ માં સવારે ૧૦ વાગે બાહુદીન કોલેજ પોહચિયા, ઉત્સુક બની ગયેલા વિધાર્થીઓ આખી રાત જાગી ને સવારે ૪ વાગે પોહચી ગયા અને મુસાફરી દરમિયાન ખૂબ જ આનંદ ઉલ્લાસમા ગીત, ડાન્સ અને વિવિધ પ્રકારની ગેમ્સ રમી, જાણે એ પળને ભરપુર માણી લેવા માંગતા હતા,

'आने वाला कल जाने वाला है,
हो सके तो उसमे जिंदगी बितादु,
पल जो जाने वाला है.........।'






બાહુદીન કોલેજ એ ખુજ જ જૂની,ઐતિહાસિક  તેમજ મજબૂત બાંધકામ ખરેખર વખાણવા લાયક છે જેમણી પાછળનું ઇતિહાસ, અમને સ્તબ્ધ બનાવી ગયું. કોલેજ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ગુજરાતનું ગૌરવ એવા ગાંઠિયા-સલાટ-મરચા-ચા-કોફી જેવા સરસ મજાનો નાસ્તો કરિયો. અને પછી ત્યાં ના વિધાર્થી જોડે વાર્તાલાપ કરી. તેમના સાથે વાર્તાલાપ કરી ને ખૂબ આનંદ થયો તેમની ઉત્સુકતા અને સાહિત્ય પ્રતિએ લાગણી ખૂબ સારી હતી, અમુક એવું વાતો થઈ હતી જેથી તેમના પરથી થોડી ખરાબ છાપ ઉભી હતી, માટે જ દિલીપસર કહે છે ને કે 'પ્રશ્નની પ્રસ્તુતિ જ તે વ્યક્તિની સાચી ઓળખ કરાવે છે' એ વાત આજે સાચી પડી હતી. પણ તેમની કરતા બીજા વિધાર્થીઓને મળીને ખૂબ જ હર્ષ થયો હતો. મૃગાક શાહની એક પંક્તિ છે જે મને યાદ આવે છે,


'આખો સારી હશે તો દુનિયા સારી લાગશે,
જીભ સારી હશે તો દુનિયાને તમે સારા લાગશો.'





વાર્તાલાપ બાદ અને ટેરેસ પર ગયા ત્યાં થી ગુજરાતી સાહિત્યના મહાન લેખકો દ્વારા લખેલા અને પરિસ્થિતિ વિશેની વાત થઈ અને એ જગ્યા પણ જોઈ, હાલમાં પણ ત્યાં ફિલ્માંકન થાય છે એ જગ્યા પણ જોઇ. ત્યારબાદ સ્તંભ વિના નો, મોટો હોલ જોયો જે ખૂબ જ અદભુત હતો. ત્યાર બાદ પુસ્તકાલયમાં ગયા ત્યાં ના પુસ્તકો ખૂબ જ જુના તેમજ ભવ્ય હતા, એટલા જુના એટલા હતા કે પુસ્તક ના પાના પીળા પડી ગયા  હતા અને અમુકના તો પેઝ, ખૂબ જ ખરાબ હાલતમાં હતા. જાણીને, જોઈને અને સ્પર્શ કરીને ખૂબ જ આનંદ થયો સમય તો નહોતો છતાં પણ તેમની મોટી-મોટી તેમજ જૂની બુક્સ જોઈને ખૂબ જ હર્ષ થયો. ૩ કલાક બાહુદીન કોલેજ માં વિતાવી અને પોણા એક વાગે સક્કરબાગ ગયા.



 ત્યાં નાના મોટા પ્રાણીઓ જોયા. ૨ કલાક સુધી ત્યાં ના વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપ ને જોયા અને બપોરનું ભોજન ત્યાં જ લીધું. ખાસ કરીને વાઈટ ટાઇગર જે અરવિંદ અડીગા એ નોવેલ માં કહીયું હતું એ. ત્યારબાદ ઉપરકોટ ની મુલાકાત લીધી ત્યાંની બૌદ્ધ ગુફા, અડીકડી વાવ, નવઘણ કૂવો, ધક્કાબારી, કડાનાલ ટોપ, પાણીના તળાવ જેવી જગ્યા ની મુલાકાત લીધી. ત્યાર બાદ રાત-વાસો શ્રી ભારતી આશ્રમમા કરીયો.




તે રાત્રે, રવિ અને વિપુલ રાત્રે ૧:૩૦ વાગે ગિરનાર ચડવા ગયા અને બીજા વિધાર્થીનીઓ ૪:૩૦ વાગે અંબાજી સુધી ચડવા ગયા. બીજા દિવસની સવારે ૮:૩૦ આશ્રમ છોડી પ્રવાસ ના બીજા સેસન માં જવા નિકળિયા. અને પોણા નવ વાગે રૂપાયતન (આશ્રમ શાળા) ની મુલાકાત લીધી અને ત્યાં ખૂબ જ મજા આવી અને  ખૂબ જાણવા અને ખરા પ્રકૃતિના નો અહેસાસ કરીયો (દતાત્રેય).




'I felt my lungs inflate with the onrush of scenery -air, mountains, tree, people. I thought, 'This is what it is to be happy.' 
(Sylvia Plath, The Bell jar)


આશ્રમમાં રહેતા બાળકો સાથે મળી ખૂબ જ આનંદ થયો. દિવ્યસેતુ ના મહાત્મ્ય દર્શન કરીયા. ત્યારબાદ નિરાલી અને રિદ્ધિ દ્વારા આપણા બાળકોને Tongue Twisting Song નો રસાસ્વાદ કરાવવામાં આવ્યો. ત્યારબાદ બાળકો સાથે બાળક બની ડૉ. બારડ સાહેબ દ્વારા Interaction session કરવા માં આવ્યુ, જેમાં અંગ્રેજી ભાષા મહાત્મ્ય વિશે  વિગતે અધ્યાપન કરાવવામાં આવ્યું. સાહેબે એક સુંદર  anecdote શ્રી ડો.એ. પી.જે  અબ્દુલ કલામ ની autobiography 'Wings of Fire' 'માંથી એક anecdote કહીયુ. આ માત્ર તે બાળકો માટે નહિ પણ ત્યાં ઉપસ્થિત બધા માટે ખૂબ જ પ્રેરક હતું.ત્યારબાદ અતિથિઓ ને સંસ્થા તરફથી ચા આપવા આવી. આ આશ્રમશાળા ની મુલાકાત મને ખૂબ જ યાદ રહશે કારણ કે ત્યાં મેં અને વિજય દ્વારા હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા બાળકો ના રૂમમાં જઈને વાર્તાલાપ કરીયો હતો.





'Study nature, Love nature, stay close to nature. It will never fail you.'


ખરેખર Frank Lyoyd Wright, સાચું જ કહીયું છે કે કુદરતના ખોળે રમતા બાળક ક્યારેય fail નથી થતા. અને આ આશ્રમશાળાના બાળકોને જોઈને મને ખૂબ જ આનંદ થયો કારણ કે તે નાની જ ઉંમરમાં 'સ્વ' પર નિર્ભય છે હોસ્ટેલની મુલાકાત દરમિયાન, ઘણી બધી વસ્તુ જાણવા અને શીખવા મળી, વાર્તાલાપ દરમિયાન મેં જાણિયું કે બાળકો, મા બાપથી દૂર રહીને પણ કેટલા ખુશ અને આનંદમા હતા, તેમના માં ભાઈચારો ખૂબ જ હતો. તેમની કાલી-વાલી વાણી ખૂબ જ સુંદર હતી. ત્યાં મેં જાણિયું કે Boys Hostel નો માહોલ અને આ નાના ભૂલકાં ના હોસ્ટેલ નો માહોલ કેટલો અલગ હતો. નાના હોવા છતાં તેમના રૂમની, ટોયલેટ ની સ્વચ્છતા કેટલી હતી. જેમ મેં કહીયું તેમ, તે 'સ્વ' પર નિર્ભય હતા એટલે કપડાં, રૂમના કચરા પોતા, સ્નાન બધું જ તે પોતે કરતા હતા. ખરેખર આ અનુભવ ખૂબ જ અનેરો હતો. મારી પાસે શબ્દ નથી તેમનું વર્ણન કરવા માટે, (કહેવું ઘણું.. ઘણું છે, બોલી શકાય નહિ..., બોલિયાં વિના ય કહી દે...., શુ એવું ન થાય કંઈ ?) હા, તે બાળકો ને જોઈને મને ધ્રુવ ભટ્ટની કવિતા યાદ આવે છે, તેમની આખી કવિતા મુકવા માંગીશ,


'ઓચિંતુ કોઇ મને રસ્તે મળે, ને ધીરેથી પૂછે કે કેમ છે…
આપણે તો કહીએ કે દરિયાશી મૌજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે…

ફાટેલા ખિસ્સા ની આડમાં મુકી છે અમે છલકાતી મલકાતી મૌજ…
એકલો હોઉ ઊભો ને તોય હોઉ મેળામાં, એવું લાગ્યા કરે છે મને રોજ..

તાળુ વસાય નહિ એવડી પટારીમા, આપણો ખજાનો હેમ ખેમ છે…
આપણે તો કહિયે કે દરીયાશી મૌજ મા, ને ઉપરથી કુદરતની રહેમ છે…

આંખોના પાણી તો આવે ને જાય… નહીં અંતરની ભીનાશ થાતી ઓછી…
વધ-ઘટનો કાંઠો રાખે હિસાબ… નથી પરવશ સમંદર ને હોતી…

સૂરજ તો ઉગીને આથમિયે જાય… મારી ઉપર આકાશ એમ-નેમ છે…
આપણે તો કહિયેકે દરીયાશી મૌજ મા, ને ઉપરથી કુદરતની રહેમ છે…'





૨ કલાક સુધી બાળકો સાથે રહી અમે પોણા ૧૧ વાગે મહાબાત મકબરા, નવાબી અદભુત શિલ્પ કામગીરી જોઇ. અને ત્યાર બાદ વિલિંગટન ડેમની મુલાકાત લીધી. અને પ્રવાસના અંતિમ ચરણ એવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ની મુલાકાત લીધી અને ત્યાં ના Department of English ના વિધાર્થી તેમજ ત્યાં ના Vice Chancellor શ્રી ચેતન ત્રિવેદી સાહેબની સાથે વાર્તાલાપ કરી. શરૂઆત Ds, દીપ-પ્રાગટય દિલીપસર, ત્રિવેદી સર અને બીજા વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યુ. ત્યારબાદ વિધાર્થી સાથે Interaction કરીયું. જેમાં જૂનાગઢ યુનિવર્સિટીના વિધાર્થી દ્વારા મિમિક્રી, નાટક, સ્વરચિત કવિતા પઠન અને ગીત સાંભળીયું. નિરાલી, રમિઝ દ્વારા સ્વ-રચિત કવિતા રજૂ કરાઈ, અને મારી કવિતા પણ રમિઝ દ્વારા રજૂ કરાઈ હતી, હેતલે મધુર ગીત સાંભળવી આ interaction ને યાદગાર બનાવી હતી. રમિઝ અને હેમા દ્વારા પ્રેઝન્ટેશન પણ રજુ કરીયા હતા. અંતે ગ્રુપ ફોટો લીધો અને ૬ વાગે ભાવનગર તરફ પરત ફરિયા હતા. ખરેખર આ શેક્ષણિક પ્રવાસ ખૂબ જ યાદગાર બનિયો.



યાદ તો આવશો તમે,
સ્મૃતિપટ પર વિસરશો તમે,
ભલે કંઈ વાત ન થઈ બધા જોડે,
તમારો હસતો ચહેરો દેખાશે અમને.




આભાર......

No comments:

Post a Comment